Wednesday, August 7, 2019

General knowledge


1.ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવા સ્વર્ગસ્થ પનોતાપુત્ર કોણ હતા ?
🔹દેવાંગ મહેતા

2.નાટ્ય લેખક નવલકથાકાર કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર કોણ હતા ?
🔹કનૈયાલાલ મુનશી

3.ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
 🔹ડો.કુરિયન
4. ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ?
🔹બળવંતરાય મહેતા 

5. 'મેગા પોલિસી'અને 'મેટા પોલીસી' નો વિચાર કોણે આપ્યો ?
🔹યેઝેકેલ ડ્રોર

6.કોણે કહ્યું કે *"વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતા ની અભિવ્યક્તિ છે"*
🔹વિવેકાનંદ

7.કોણે જાહેર કર્યું કે *"રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહિ સંસદ પાસે હોવી જોઈએ"*
🔹જવાહરલાલ નેહરુ 

8.ડૉ.અબ્દુલ કલામ નો જન્મ ક્યાં થયો હતો ?
🔹રામેશ્વરમ

9.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે ?
🔹અગનપંખ

10.ડો.બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?
🔹બંધારણના ઘડવૈયા 

11.આદિવાસીઓના વિકાસ માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી ?
🔹જુગતરામ

12.ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા?
 🔹રાકેશ શર્મા 

13.ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?
🔹ઝવેરચંદ મેઘાણી  

14. 'આર્ટ ઓફ લીવીંગ' ના પ્રણેતા કોણ હતા ?
🔹શ્રી શ્રી રવિશંકર

15. 'ડાંગની દીદી' ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ?
🔹પૂર્ણિમાબેન પકવાસા

16. કમ્પ્યુટર ની ગણતરી ની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર કોણ હતું ?
🔹શકુંતલા દેવી  

17. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
🔹હર્ષદ શાહ 

18. 'ગોરા' અને  'ગીતાંજલિ' નવલકથા કોણે લખેલી છે ?
🔹રવીન્દ્રનાથ ટાગોર 

19. કોને *'છોટે સરદાર'* નું બિરુદ આપ્યું છે ?
🔹ચંદુલાલ દેસાઈ

20.ગુજરાતમાં સામાજિક સુધારણા ના જગ ની શરૂઆત કોણે કરી ?
🔹દુર્ગારામ મહેતાજી

21. 30 ડિસેમ્બર 1971 ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુવિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?
🔹વિક્રમ સારાભાઈ

No comments:

Post a Comment